શૂન્ય પાલનપુરી ~ કોઈને નાત * Shoonya Palanpuri

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે

નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં
વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે

કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે
જુદાઈમાં અમોને કાળની પંચાત ખટકે છે

સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા ?
અમોને પણ મારા દેહની ઓકાત ખટકે છે

વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.

કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ
અમોને દમ વિનાને શૂન્ય એ સોગાત ખટકે છે.

~ ‘શૂન્ય’ પાલનપુરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “શૂન્ય પાલનપુરી ~ કોઈને નાત * Shoonya Palanpuri”

Scroll to Top