શૂન્ય પાલનપુરી ~ ગુલોમાં પહેલા * Shoonya Palanpuri

ગુલોમાં પહેલા સમાં રંગ ને સુવાસ નથી
નવી બહાર ચમનમાં કોઈને રાસ નથી

અફાટ રણમાં શીતળ છાંયડાની આશ ન કર
સિવાય કાંટા અહીં કોઈનો વિકાસ નથી

હવે તો ધોળે દહાડે છે એવું અંધારું
હજાર સૂર્ય બળે તોય કૈં ઉજાસ નથી

કૃપાઓ એટલી વરસી છે મૃગજળો રૂપે
અમારે થાકીને કહેવું પડે છે, પ્યાસ નથી.

વિવેચકોને કહો જાળવે અદબ એની
કે ‘શૂન્ય’ શબ્દનો સ્વામી છે, કોઈ દાસ નથી

~ શૂન્ય પાલનપુરી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “શૂન્ય પાલનપુરી ~ ગુલોમાં પહેલા * Shoonya Palanpuri”

Scroll to Top