શૈલેન રાવલ ~ મજાના શેર

કેટલાક મજાના શેર

આવશે તો મન મૂકીને આવશે

પંખીઓ થોડા પૂછીને આવશે ? **

હે હિસાબી માનવી, કહે તો ખરો કે

લાગણીનું સ્થાન ક્યાં છે આંકડામાં ? **

તરસ મારી ફક્ત ખોબે ચડે છે

નદીઓ પણ તને ઓછી પડે છે. **

એક ખિસકોલી તરત પાછી ફરી ગઈ

તરફડે છે સ્પર્શ સૂના બાંકડામાં. **

મન પછી સોળે કળાએ ખીલશે

જો, દાયકાથી બંધ છે તે ખોલ ડેલો. **

પછી દૂર નાસી જવાની ઉદાસી

ફરી આંખમાં પર્વ ઉઘડી રહ્યા છે. **

ગામડાને મેં નદીની કાંખમાં જોયું

કોઈ બાળક જાણે માના વહાલમાં જોયું.

શૈલેન રાવળ : અર્થ ઊઘડી રહ્યા છે ગઝલસંગ્રહમાંથી

111 ગઝલ સાથે કવિનો આ નવો ગઝલસંગ્રહ.

અગાઉના સંગ્રહો

પવનની પંક્તિઓ વચ્ચે – 2012

એ વાત છે અલગ – 2016  

OP 18.6.22

***

વિવેક મનહર ટેલર

20-06-2022

સુંદર ગઝલ

શૈલેન રાવળ

19-06-2022

કાવ્ય વિશ્વમાં મારા સંગ્રહમાંથી પંક્તિઓ પ્રસ્તુત કરવા બદલ ખૂબ ખૂબ આભાર .

Varij Luhar

18-06-2022

‘અર્થ ઉઘડી રહ્યા છે’ ને આવકાર અભિનંદન શુભકામનાઓ..

કિશોર બારોટ

18-06-2022

સૌરાષ્ટ્રના વાંકાનેર જેવા નાના શહેરમાં વર્ષોથી ગઝલની ઘૂણી ધખાવી બેસેલા મૌન સાધક શ્રી શૈલેન રાવલને સાદર વંદન.. 🙏

છબીલભાઈ ત્રિવેદી

18-06-2022

વાહ બધાજ શેર ખુબ ગમ્યા આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top