શૈલેષ શાહ ~ મજાના શેર

સમય પાંપણેથીય સરકી ગયો છે

ભલે તું ગમે તેમ ધારીને આવે.**

સ્પર્શ કૂંપળ ટેરવે ફૂટી મને

ગંધ ભીની આ વસંતી પળ હશે. **

શ્વાસ મારા હશે કે પરાયા હશે

એ વિશે જાત મારી લડી છે મને. **

આંખોમાં એવું ઊમટ્યું રંગોનું ઘોડાપૂર

ખોબા ભરી ભરીને ગગનમાં ઉછાળીએ. **

બારી ક્યાં ખોલવાની હોય છે

ખૂલવાનું હોય કેવળ આપણે. **

આભથી વરસે નહીં તો કરોડો આંખથી વરસી પડે

આ દેશમાં ચોમાસું ક્યારેય કદી કોરું જાતું નથી.**

~ શૈલેષ શાહ ‘શૈલ’

કવિ શૈલેષ શાહ તરફથી એમનો કાવ્યસંગ્રહ ‘ખૂલવાનું હોય કેવળ આપણે’ મળ્યો છે.

‘કાવ્યવિશ્વ’ના પ્રાંગણમાં કવિનું સ્વાગત છે.

શૈલેષ શાહ ‘શૈલ’ * ‘ખૂલવાનું હોય કેવળ આપણે’ * સ્વયં 2020

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “શૈલેષ શાહ ~ મજાના શેર”

  1. સરસ મજાના બધાજ શેર ચોમાસું કયારેય કોરુ જાતુ નથી કા આંખ થી કા આકાશ થી વાહ આવો વિચાર તો કવિઓ ને જ આવે આભાર લતાબેન

  2. હિતેશ

    સમય પાંપણે થી વહી રહ્યો છે, વાહ શ્રીકવિરાજ વાહ.

Scroll to Top