સગાં જે આજે ~ ડો. શ્યામલ મુનશી
સગાં જે આજે ‘સ્વ.’ છે એ બધા જયારે ‘શ્રી’ હતા,
યાદ કરો સાહેબ કે તેઓ તમારા જ દર્દી હતા;
ડ્રોઈંગરૂમમાં એમના ફોટા પર જે જે હાર લટકે છે,
આમ જોઈએ તો સાહેબ એ તમારી જ સારવાર લટકે છે;
ઘરની દરેક બીમારીમાં તમારો સાથ હોય જ છે,
કુટુંબના દરેક જનમ-મરણમાં તમારો હાથ હોય જ છે;
સાહેબ તમારા પાસે જે સારા મા સારી ગાડી છે,
એનું કારણ અમારા સૌ કુટુંબીજનોની નાડી છે;
તમારા ઘરના ફ્લોર પર જે જે આરસના ટાઈલ્સ છે,
તે અમારા ઘરના સ્ટોન, અપેન્ડીક્ષ અને પાઈલ્સ છે.
~ ડો. શ્યામલ મુન્શી
આજે ડોક્ટર્સ ડે પર આ કાવ્ય તમામ તબીબોને અર્પણ
OP 1.7.22
***
સાજ મેવાડા
01-07-2022
ખૂબ જ જાણીતું ગીત છે, ડોકટર પણ પોતાની જાત ઉપર હસી શકે છે.
કિશોર બારોટ
01-07-2022
ઉપરોક્ત કાવ્ય યુનુસ લોહીયાનું નથી પણ શ્યામલ મુન્શીના એક દીર્ઘ કાવ્યનો અંશ છે.
છબીલભાઈ આ
01-07-2022
પ્રસંગોચિત સરસ કાવ્ય આવા વિવિધતા સભર કાવ્યો નો રસથાળ અેટલે આપણુ કાવ્યવિશ્ર્વ આભાર લતાબેન
