🥀 🥀
માનો તો માની શકો કવિતા
મેં તો ત્વચા પર થતા ભૂકંપોની
એક યાદી માત્ર મોકલી છે
આપને…
~ શ્યામ સાધુ (15.6.1941 – 16.12.2001)
🥀 🥀
યાયાવર પંખીની જેમ
થાકી જઈને
મારાં ચરણ
બની ગયાં છે તમારા શહેરમાં
ગુલમહોર.
~ શ્યામ સાધુ (15.6.1941 – 16.12.2001)
🥀 🥀
કબૂતરની માફક બારીઓ
ફફડતી નથી એટલું જ
બાકી
તમારી પ્રતીક્ષામાં
રસ્તાઓએ લંબાવું જ રહ્યું….
~ શ્યામ સાધુ (15.6.1941 – 16.12.2001)
🥀 🥀
છેવાડેના માણસની
છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થશે ત્યારે
યક્ષ આગળ બેઠેલા જણનાં
મૂલાધારચક્રમાંથી
છઠ્ઠી ઇન્દ્રિય જાગૃતિ થશે ત્યારે ત્યાં
મણિકર્ણિકાઘાટ પર થશે
જયઘોષ ૐ હ્રીમ હ્રીમનો,
છેવાડેના માણસની
છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થશે ત્યારે…
પેલાં બહુ બોલકાં
આગળના જાતિવાચક જણો
છેવાડે આવીને ઊભા હશે
ચૂપચાપ!
~ શ્યામ સાધુ (15.6.1941 – 16.12.2001)

વાહ! છેવાડેના માણસ…ઉત્તમ રચના.
સરયૂ પરીખ
વાહ જુનાગઢી કવિશ્રી ની ઉત્તમ રચનાઓ સ્મ્રુતિવંદન
વાહ, થોડા શબ્દોમાં સરસ અભિવ્યક્તિ. સ્મૃતિ વંદન.
શ્યામની કવિતામાં અનાયસતાનું તત્વ અને ગોપિત રહસ્યો તેની વાણીને આર્ષદર્શનનો અદભૂત શણગાર કરી આપે છે.શબ્દ માત્રના સૌન્દર્યનો એ સ્વામી છે.શ્યામનું સ્મરણ સદાકાળ ભીંજવતો વરસાદ છે.