શ્યામ સાધુ ~ તારો વિચાર * Shyam Sadhu

તારો વિચાર બારીના પરદે ઝૂલી ગયો
દશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો

બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે ,
મોસમનો રંગ કેટલો મિઠ્ઠો બની ગયો !

પથ્થરની જેમ હાંફતા પીળા શહેરમાં
મારા સમયના મોરનો ટહુકો તૂટી ગયો.

આકાશ આમતેમ વિખરાઈ જાય પણ,
એકાદ સૂર્ય ઊગવું આજે ભૂલી ગયો.

એકાંતનો પરિચય એ રીતે થયો
સૂનકાર તારી યાદની જેમ જ ઉગી ગયો !

~ શ્યામ સાધુ

એક એક શેર હીરા જેવા….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top