શ્યામ સાધુ ~ મૃગજળની લાગણી હતી Shyam Sadhu

મૃગજળની લાગણી હતી, દર્પણ હતું નહીં
હોવાની આસપાસમાં કૈં પણ હતું નહીં.

ક્યારેક શક્યતાઓના સૂરજ નહીં ઊગે,
ભૂલી જવું જ હોય તો વળગણ હતું નહીં.

સમજણની પેલી પારની દુનિયા અજીબ છે,
ઉપવન હતું નહીં અને રણ પણ હતું નહીં.

સંબંધની નદીના પ્રવાહો વહ્યા કરો,
સહુને મળીશું કોઈ અકારણ હતું નહીં.

તારી પ્રતીક્ષા જેવું પછી કેમ હોય ના?
શ્વાસો છે ત્યાં સુધી કશું કારણ હતું નહીં.

~ શ્યામ સાધુ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “શ્યામ સાધુ ~ મૃગજળની લાગણી હતી Shyam Sadhu”

  1. Kirtichandra Shah

    Yes Gudh ભાવો ની ગઝલ, for example હોવા ની આસપાસ કશું હતું નહીં Dhanyvad Dasanibhai and the Poet and Lataben

Scroll to Top