

આપણી ભાષામાં જળના પ્રતિકને પ્રયોજીને કાવ્ય નિપજાવનાર જે જૂજ યશસ્વી પ્રયોગો થયા છે તેમાં જળના દુહાથી એક વધુ સમૃદ્ધ ઉમેરો થાય છે.જળ સૃષ્ટિમાં ડૂબકી મારીને તથા જળ સૃષ્ટિને નિરખીને. બહાર આવતાં કવિની અનુભૂતિઓ રોમાંચ સર્જે છે.પોતાની આંખો સમક્ષ પથરાયેલી જળની લીલામાં કવિનો શબ્દ ક્રીડા કરે છે અને જળમાંથી દેખાતાં દ્રશ્યોને દુહાના પરંપરિત સ્વરૂપમાં પણ આધુનિક રીતી કથનથી કાવ્યાત્મક અનુભૂતિઓમાં ઢાળે છે.
કવિશ્રી સંજય પંડ્યાનો આ કસબ અનેક રીતે ધ્યાનપાત્ર બની રહે છે. જળના તળિયે પરપોટાની નાવ સરકતી જાય છે આ દ્રશ્ય જ અદભૂત ઈમેજ ઊભી કરે છે. સઢના હડસેલે ચડેલી માછલીઓ પછી ફરિયાદ ન કરે તો જ નવાઈ! કોરી કોરી હ્રદયસપાટીને જળનું પોતું બનાવીને લૂછવાની વાત પાટીમાં ભૂંસાતા અક્ષરોને તાદ્રશ્ય કરી આપે છે. ત્રીજા દુહામાં કવિ પરપોટાની છાલ પર ઝીણું કોતરકામ કરવાની અને જળના કેન્વાસ પર આખું ગામ ઉપસાવવાની ‘સર્રિયલ’ અનુભૂતિ આપે છે અને ભાવકને મંત્રમુગ્ધ કરે છે. અઢળક સુખને તોલવાની વાતને, સદીઓ તરસી આંખો બે ટીપાંના મોલમાં હતી ન હતી કરી નાંખે છે. છેલ્લાં શેરમાં જળ વિસર્જનની ઘટના સાથે સમાપન કરતાં કવિની જળ સાથેની અંતિમ અભિવ્યક્તિ સૂચક છે
જળના ટુકડા હાથથી વિખરાયા ચોમેર,
એક સજાવ્યો આંખમાં, બાકી લઈ ગ્યાં ઘેર! “
~ પ્રફુલ્લ પંડ્યા

Pingback: 🍀23 જુન અંક 3-1191🍀 - Kavyavishva.com
વાહ સકળ દુહા ખૂબ ખૂબ સરસ છે.
જળના દુહા ખૂબ સુંદર. નવીનતા અને અર્થપૂર્ણતા
જળનાં દુહા વાહ જી , ખૂબ સરસ
અભિનંદન
વાહ વાહ વાહ
ખુબ સરસ નાવિન્યપુર્ણ જળ દુહા અને આસ્વાદ
આભાર છબીલભાઈ
વાહ, જળને અવનવી રીત થી કવિએ ઉજાગર કર્યું છે. આસ્વાદ પણ સરસ કરાવ્યો છે.
આભાર સાજભાઈ.
કવિની વ્યંજના દોહાને તાજગી બક્ષે છે. અભિનંદન
આભાર મીનળબહેન
આભાર કવિ શ્રી પ્રફુલ્લ પંડ્યા તથા બહેનશ્રી લતાબહેન,
કવિ પ્રફુલ્લ પંડ્યા દુહાની સૂક્ષ્મતાને પકડી શકે એવા સજ્જ આસ્વાદક છે.પાંચ દાયકાની એમની કાવ્યયાત્રાએ એમને ઉત્તમ કવિ અને ભાવક બનાવ્યા છે. લતાબહેનના યજ્ઞકાર્યને પણ વંદન.
સર્વ ભાવકોનો આભાર.
સહિયારો આનંદ સંજયભાઈ
sanjay pandya na જળ દુહા બહુ 👍સરસ
જ્યોતિબહેન, આનંદ.
જેમ ગઝલ લોકપ્રિય થઈ તેમ દુહા પણ હવે પ્રચલિત થતા જાય છે. સંજયભાઈ પંડયાના જળના દુહામાં નવીનતા છે,વિચારની તાજગી છે તથા અભિવ્યકિતની કુશળતા પણ છે. સંજયભાઈને અભિનંદન.
૨૩/૨૪ વર્ષ પહેલાં કવિશ્રી સુરેશ દલાલે આધુનિક દુહાની મારી ત્રણેક રચનાઓ “કવિતા” ( જન્મભૂમિ પ્રકાશન) માં છાપી હતી.
એ સમયની રચનાઓ આજે પણ ભાવકોના હૃદયને સ્પર્શે છે એ આપણો આનંદ હરીશભાઈ.