સંજુ વાળા ~ સામેલ થઈ જાઓ * Sanju Vala

સંકેલી લો..

સામેલ થઈ જાઓ સમજ સંકેલી લો
પોતીકી પરિભાષાના ગજ સંકેલી લો

ધારેલ ધારણના સૌ ધ્વજ સંકેલી લો
ના માનશે આજ્ઞા, અરજ સંકેલી લો

વિહ્વળ થશે ના કોઈ, ના સ્હેજે ચલિત
મોંઘી મિરાતો પણ સહજ સંકેલી લો

જ્યાં વસ્તુઓ પરખાય છે વિચાર નહિ
એ માટીથી મોંધી વણજ સંકેલી લો

કયાં પાનબીડા ને સુભગ રાત્રીઓ ક્યાં ?
ઇલાયચી, તાંબૂલ, તજ સંકેલી લો

રૂપગર્વિતા, ગુણિયેલ, ગરવી છે ગઝલ
મનને મનાવી લો, ગરજ સંકેલી લો

રસરાજ છે, સમજી જશે રસભર રણક
એક તાર છેડીને તરજ સંકેલી લો

~ સંજુ વાળા

મનને મનાવી લેવાની, તરજ સંકેલી લેવાની વાત સ્વીકાર્ય બને, વ્યવહારમાં ઉતરે ત્યારે જીંદગીનો જંગ જીતી ગયા સમજવું….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “સંજુ વાળા ~ સામેલ થઈ જાઓ * Sanju Vala”

Scroll to Top