ધખારો
સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે ? આ શાનો ધખારો ?
અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
ફરી કોનાં પગલાં ? ફરી શો તમાશો ?
મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
અરે ! પીગળી ક્યાં બરફની વખારો ?
હતી ચોતરફ બસ, સફેદી-સફેદી…
અહીં ગોઠવી’તી મેં મારી જ લાશો.
કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
અને શબ્દ આપી શક્યા ના દિલાસો.
ચલો ! લો, ઊઠાવો આ લંગર ગઝલનું,
અંજળ ઊઠયાં છે, રુઠ્યો છે કિનારો !
~ સરૂપ ધ્રુવ
જેમના શબ્દોમાં, વિચારોમાં ધખારાનો તિખારો ભરેલો રહે છે એવા કર્મશીલ કવિ એટલે સરૂપ ધ્રુવ. ચારે તરફ બરફના લોકો અને નિષ્પ્રાણ સફેદી વચ્ચે શબ્દો દિલાસો ક્યાંથી આપી શકે ? અને છતાંય અંતે શરણ તો ગઝલનું જ લેવું રહ્યું!

કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
અને શબ્દ આપી શક્યા ના દિલાસો
ચોટદાર, જોરદાર 👌👌👌👌
Pingback: 🍀19 જુન અંક 3-1188🍀 - Kavyavishva.com
વાહ ખુબ સરસ રયના
વાહ, સરસ ગઝલ, બધા જ શેર.
સરૂપબહેનનું અનોખું અને સચોટ લખાણ હોય છે. તેમને ૨૦૧૬માં, ભાવનગરમાં, કવયિત્રી ભાગીરથી મહેતાની યાદમાં, ‘જાહ્નવીસ્મૃતિ’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ.
સરયૂ પરીખ.
એક ખૂબ સુંદર ગઝલ… માણસની મનોવ્યથા ને વ્યક્ત કરતી રચના. અને છેલ્લે ગઝલ લંગરનુ… અભિનંદન આપને અને કવિયત્રી ને…
…