સાકિન કેશવાણી ~ પરસ્પરથી વિખૂટા થઈ

પરસ્પરથી વિખૂટા થઈ જનારા ક્યાં જઈ પહોંચ્યા?

ન જાણે નાવ ક્યાં પહોંચી કિનારા ક્યાં જઈ પહોંચ્યા?

વરાળો થઈ તજ્યો સાગર ને વરસી જઈ બન્યાં ઝરણાં,

જીવન મીઠું બના’વા નીર ખારાં ક્યાં જઈ પહોંચ્યાં?

ઉલેચ્યાં રૂપ-કિરણોએ કોઈ અંતરનાં અંધારાં,

રવિ-કિરણોથી પણ આગળ જનારા ક્યાં જઈ પહોંચ્યા?

ખિલાવી ઉર-કળીયુગ યુગને મ્હેકાવી ગયું કોઈ,

જીવન-ખુશ્બુ લઈને આવનારા ક્યાં જઈ પહોંચ્યા?

વસંતે લાલિમા વ્યાપી ગઈ મઘમઘતાં ફૂલો ૫૨,

અધર પરથી કસુંબલ રંગ તારા ક્યાં જઈ પહોંચ્યા?

ખરી જાવું પડ્યું સુંદર ગગન છોડી સિતારાને,

તમારી આંખના મોઘમ ઈશારા ક્યાં જઈ પહોંચ્યા?

ઉષાની આંખમાં સૂરજ ઊગીને તરવર્યો‘સાકિન’!

પ્રણય-સાગરમાં સાંજે ડૂબનારા ક્યાં જઈ પહોંચ્યા?

~ સાકિન કેશવાણી (12.3.1929-31.3.1971)

કવિને જન્મદિને સ્મૃતિપુષ્પો….  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “સાકિન કેશવાણી ~ પરસ્પરથી વિખૂટા થઈ”

  1. સુરેશ 'ચંદ્ર'રાવલ

    લતાબેન….નાવ ક્યાં અને કિનારા ક્યાં જઈ પહોંચ્યા, એક સરસ ગઝલનું આપે ચયન કર્યું છે…. સુંદર ભાવ વ્યક્તિ….!

Scroll to Top