ટાળ્યું છે
આજ નહીં તો કાલ કરાશે એમ કહીને ટાળ્યું છે,
જે થાશે તે જોયું જાશે એમ કહીને ટાળ્યું છે.
હોય હ્રદયના સંબંધો પણ દૂર રહ્યું છે મળવાનું,
પ્રેમ હશે તો એ પરખાશે એમ કહીને ટાળ્યું છે.
યાદો મારી પંપાળે છે, આખી રાતો જાગીને,
વહેલું મોડું ભૂલી જાશે એમ કહીને ટાળ્યું છે.
વાતો કરવા મોઢું ખોલ્યું, હોઠે શબ્દો આવે ના,
કોણ સમજશે? શું બોલશે? એમ કહીને ટાળ્યું છે.
‘સાજ’ મજાનું વાદ્ય છે પણ, એની કિંમત કોણ કરે?
સૂર વગર એ ગીતો ગાશે, એમ કહીને ટાળ્યું છે.
~ ‘સાજ’ મેવાડા
જીવન દેખાય એટલું સરળ ક્યાં છે? કેટલું ન ગમતું સ્વીકારવું પડે છે અને કેટલું ગમતું ટાળવું પણ પડે છે. ક્યારેક બોલવાનું ટાળવું પડે તો ક્યારેક મૌન રહેવાનું ટાળવું પડે. જીવનમાં ધીમે ધીમે એ દિવસ આવી જાય છે કે જ્યારે સત્ય સમજાઈ જાય અને આવું થાય ત્યારે એમ પણ થાય કે કાશ, થોડું વહેલું સમજાયું હોત તો!
બિન્ધાસ્ત થઇ ગયો છું
ઈચ્છા બધીય છોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું,
બંધન જગતના તોડી બિન્ધાસ્ત થઇ ગયો છું.
ગણકારતો નથી હું આઘાત જીવતરના ,
હાલત ભલે કફોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું.
મઝધારમાંય ઊંડે તરતાં ફરી શકું છું,
ડૂબે ભલેને હોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું.
આપે નહીં વધારે, આપે નહીં એ ઓછું,
માફક મળી પિછોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું.
ખર્ચી બધીય મૂડી, વહોરી લીધી ફકીરી,
બાકી બચી છે કોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું.
જા, થાય તે કરીલે, ઈશ્વર તને કહું છું,
હસ્તી રહી છે થોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું.
આ ‘સાજ’ તો રણકશે, ડરતો નથી કશાથી,
કરતાલ ઝાંઝ જોડી, બિન્ધાસ્ત થઇ ગયો છું.
~ ‘સાજ’ મેવાડા
ઉપરની ગઝલના સંદર્ભમાં જોઈએ તો જ્યારે સમજણ જાગે ત્યારે એમ થાય કે અત્યાર સુધી ‘લોકો શું કહેશે!’ ‘લોગ ક્યાં કહેંગે’ એવું વિચારવામાં દસકા ને દસકાઓ કાઢ્યા. આખરે મળ્યું શું? લોક તો એના એ જ છે. એની ટીકા પણ…. એના કરતાં સારું છે બિન્દાસ્ત થઈ જવાનું!

Pingback: 🍀28 જુન અંક 3-1196🍀 - Kavyavishva.com
સરસ ગઝલો અભિનંદન મેવાડા સાહેબ.
આપનો ખૂબ આભાર નાદાન જી
સુંદર અભિવ્યક્તિ.
અભિનંદન. 🌹
કિશોર દા આપનો ખૂબ આભાર
બંને રચના પોતપોતાની રીતે સારી.
આપનો ખૂબ આભાર
બંને ગઝલ સરસ.અભિનંદન.
આપનો ખૂબ આભાર રતિલાલભાઈ
આપનો ખૂબ ઋણી છું લતાજી.
મિત્ર કવિઓ દિનેશ ડોંગરે ‘, નાદાન’ , કિશોર દા, મીનલજી, અને રતિલાલ નો પણ ખૂબ આભારી છું.
આભાર નહીં મેવાડાજી અરસપરસ આનંદ
બન્ને ગઝલ જીવન ઉપયોગી છે.
કવિને અભિનંદન.
વાહ મેવાડાજી બન્ને રચનાઓ ખુબ સરસ ખુબ ગમી અભિનંદન
બંને ગઝલો હિંમત,ઝિંદાદિલી અને ખુમારી તથા તેજસ્વિતાની પરિચાયક છે. કવિને અભિનંદન તથા શુભેચ્છાઓ.
બન્ને ગઝલ, ખૂબ સરસ છે. 👍🌹🙏
આપનો સકારાત્મક અભિગમ ગમ્યો, ખૂબ આભાર.
બન્ને રચના ખુબ સરસ 👍🏻👍🏻👍🏻
વાહહહહ…
સરસ ગઝલો , મેવાડાસાહેબ.
આપનો ખૂબ આભાર કવયિત્રી શ્વેતા જી
મિત્રો, કવિશ્રી ઉમેશ જોષી, કવિ મિત્ર ‘સૂર’ જી, આદરણીય હરીશ દાસાણી, અને આદરણીય છબીલભાઈ ત્રિવેદી નો ખુબ આભારી છુ. નમસ્કાર.
આપનો ખૂબ આભાર સુરેશભાઈ
અંતઃકરણ પૂર્વક અભિનંદન મેવાડાસાહેબ..ખુબ જ સુંદર રચનાઓ..
આપનો હાર્દિક આભાર મીનાક્ષીબહેન.
વાહ વાહ! બંને ગઝલ ખૂબ સરસ છે ભાઈ. ખૂબ અભિનંદન 💐
આદરણીય સરલાબેન આપનો ખૂબ આભાર.
ખૂબ સરસ ગઝલો અને આસ્વાદન