સિતાંશુ યશશ્ચંદ્ર ~ છોરી પંજાબની * Sitanshu Yashashchandra

છોરી પંજાબની

છોરી પંજાબની છે, ફુટડી છે, ગોરી છે
હો !

ચાલે તો ચાલે જાણે ધરતી ટટ્ટાર થઈને,
ચુન્નીનાં જલ ખાબકતાં ટેકરીની ધાર્ય થઈને,
તાપણાં જાળવતાં લોચન, શિયાળુ અંધાર થઈને,
અષાઢે લથબથ પાછી આસોમાં કોરી છે !

આવડે છે શું શું એને ? થોડું થોડું વાંચતા યે,
વંટોળે વણતૂટેલા વૃક્ષ જેવું નાચતાં યે,
હાથવગાં સુખમાં ઝાઝું આવડે છે રાચતાં યે,
ઘઉંના એક છોડ જેવી સહજ એ કિશોરી છે.

વ્હાલ અને વેર એના પંચનદે લહેરાતાં,
ઠંડા આકાશ ઝૂકી હૂંફ લેવા વીંટળાતા,
વૈશાખી ડમ્મર એની છાતીએ પોરો ખાતા,
તીખાં અમરતની ભંગૂર માટી-કટોરી છે…

~ સિતાંશુ યશશ્ચંદ્ર

કવિના જન્મદિને શુભકામનાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “સિતાંશુ યશશ્ચંદ્ર ~ છોરી પંજાબની * Sitanshu Yashashchandra”

  1. પારૂલ મહેતા

    મુ. સિતાંશુભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ અને પ્રણામ.
    ગીત તો આહા!

  2. હરીશ દાસાણી.મુંબઈ

    એક અલગ ઓળખ અને મિજાજનું મસ્ત રમતીલું ગીત. સિતાંશુભાઇને જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ

Scroll to Top