પંખીને ~ સિલાસ પટેલિયા
સુદૂર આકાશપથના પંખી !
આમ ના જા ઊડી…
તારા ગીતની સૂરાવલી સાંભળતો
આ ધરા પર છું —
તોયે જાણે તારી સાથે ઊડું…
રણ વટાવીને
તું ઊડતું રહીશ…
ફૂંકાશે ઊની ઊની રેતીના પ્રચંડ પવનો…
એ તારી પાંખને વાગશે
એ તને દઝાડશે…
ને અહીં મારી પાંપણ બળશે…
ધોધમાર વરસાદમાં
તને દેખાશે
વિસામો લેવા એકાદ વૃક્ષ ?
પલળી જશે ને પાંખ ?
તોયે ઊડીશ ?
ઊડીશ જ ને તું !
ને અહીં અનરાધાર વરસાદમાં
મારું મન વહી જશે
આ વેગવાન જળધારામાં…!
~ સિલાસ પટેલિયા
પંખી સાથે એકાત્મકતાનું કાવ્ય. અલબત્ત પંખી તો પોતાની મોજામાં ઉડતું રહે છે…. સ્વધર્મ છે એનો.
પંખીને પ્રતીક બનાવીને પ્રિયપાત્રને પણ આ વાત કહી શકાય ! જે બેપરવા છે પોતાના પ્રત્યે !
કવિતા રચાયા પછી ક્યાં કવિની રહે છે ?
OP 16.5.22
***
છબીલભાઈ ત્રિવેદી
16-05-2022
સિલાસ પટેલીયા નુ કાવ્ય પંખી ને ખુબ સરસ કવિ પોતાના ભાવ ને રૂપક દ્નારા ઉજાગર કરતા હોય છે આભાર
સિલાસ પટેલિયા
16-05-2022
આભાર લતાબહેન
સાજ મેવાડા
16-05-2022
સુંદર પ્રતિક કાવ્ય.
