સુતીંદરસિંહ નૂર ~ પુસ્તક

પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કોઈ અંતર નથી હોતું.

કેટલાક પુસ્તકોનું
મુખપૃષ્ઠ જોઈએ છીએ
ભીંજવે છે.
પાનાં ઉથલાવીને મૂકી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકો
તકિયા નીચે મૂકીએ છીએ.
અચાનક જ્યારે પણ આંખ ખૂલે છે
ત્યારે વાંચવા માંડીએ છીએ.

કેટલાંક પુસ્તકોનો
શબ્દેશબ્દ વાંચીએ છીએ
એમાં ખોવાઈ જઈએ છીએ
ફરી પાછું વાંચીએ છીએ
અને આત્મામાં વસાવી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકોમાં
રંગ-બેરંગી નિશાની કરીએ છીએ
દરેક પંક્તિ પર વિચારીએ છીએ
અને કેટલાંક પુસ્તકોનાં
નાજુક પૃષ્ઠો પર
નિશાની કરતાં પણ ડરીએ છીએ.
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કંઈ અંતર નથી હોતું. 

~ સુતીંદરસિંહ નૂર (પંજાબી) અનુ. સુજાતા ગાંધી

પ્રેમ અને પુસ્તકને કેવાં દિલકશ રીતે જોડયાં છે!

વિશ્વ પુસ્તક દિને સસ્નેહ….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “સુતીંદરસિંહ નૂર ~ પુસ્તક”

  1. મૂળ રચનાનો ભાવ ને અનુવાદ બંને બરાબર.અભિનંદન.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    વાહ!પ્રેમ અને પુસ્તક બંનેને સરસ જોડયા. પણ……પુસ્તક જેટલી સરળતાથી પ્રેમ ભૂલી શકાતો નથી.

Scroll to Top