સુરેન્દ્ર કડિયા ~ એક ગીત

એક ઝરણાને બાંધ્યું મેં બેડીએ..
રોમ રોમ ફરકે, થૈ ડાળ ડાળ થરકે, કૈં ઝાલ્યું ઝલાય નહીં કેડીએ..

હળવેથી પાલવની કોર સહેજ ભીંજવી ને જાગી ભીનાશ જીવ સોંસરી
એક એક ચાંચ દીઠ એક એક ટહુકાને બોળવાની બીક ગઈ ઓસરી
પછી રમતું મૂક્યું મેં મારી મેડીએ..

સૂરજ  ઊગે  ને  મારી  પાનીએ  લાલઘૂમ  શમણું બનીને રોજ નીતરે
હળુંહળું  પગલે હું ચાલું તો ઠેરઠેર શરમાતાં મેઘધનુ વીખરે
એને આખો દી’ કેમ કરી છેડીએ?….

~ સુરેન્દ્ર કડિયા

આમ તો કવિ સુરેન્દ્ર કડિયા ગઝલ માટે જાણીતું નામ છે પરંતુ આ એમનું ગીત …. કેવું મજાનું !!

ઝરણું શાનું પ્રતીક છે એ કવિતાના રસિયા તરત પામી જ જાય….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “સુરેન્દ્ર કડિયા ~ એક ગીત”

  1. એક ઝરણાંને બાંધ્યું મેં બેદીએ.. વાહ.. ખૂબ સરસ ગીત

  2. હરીશ દાસાણી.મુંબઈ

    ઝરણાને બાંધ્યુ મેં બેડીએ……..અર્થઘન ગીત છે. પ્રતીક ઉકેલવાની મથામણ કરીએ તો ભલે પણ ન ઉકલે તો ય મધુર લાગે એવું સુંદર.

Scroll to Top