હોડ હજ્જારો ~ સુરેન્દ્ર કડિયા
હોડ હજ્જારો હું બકવા નીકળ્યો છું
નામ પરપોટો ને ટકવા નીકળ્યો છું
ઝળહળી ઊઠવું ને બુઝાઈ જવાનું
એક ઇચ્છાને અડકવા નીકળ્યો છું
સાવ બખિયાભેર વિસ્તરતા જવાનું
સોયના નાકે છટકવા નીકળ્યો છું
પંડમાં જયાંથી પવન થૈને હું પ્રગટું
એ જ ડાળી પર બટકવા નીકળ્યો છું
હું મનોમન કેટલી વાતો કરું, પણ
હોઠ પર આવી અટકવા નીકળ્યો છું
~ સુરેન્દ્ર કડિયા
‘નામ પરપોટો ને ટકવા નીકળ્યો છું !’ ચિંતન તો ખરું જ પણ પ્રતીક ને રજૂઆત કેવી નાવીન્યભરી ! બાકી હોડ બકવાનો માનવીનો સ્વભાવ જ…. આગિયા જેવી ઇચ્છાઓ – પ્રકાશે ને બુઝાય…. જાણીતી વાતની જુદી રજૂઆત ! બધા જ શેર સુંદર…. છેલ્લો અદભૂત… માણસના સ્વભાવનું બખૂબી દર્શન …
OP 16.6.22
***
છબીલભાઈ ત્રિવેદી
16-06-2022
ખુબ નાવિન્ય સભર રચના બધા શેર સરસ આભાર લતાબેન
