
🥀 🥀
*કાચઘર*
જેટલું પીધું ગટગટાવીને પીધું,
દ્વાર તારું મેં ખટખટાવીને પીધું!
ગ્લાસ તો ભરપૂર કોઈએ ધર્યો’તો,
આ હળાહળ પણ મેં છલકાવીને પીધું
જિંદગી સાચું કહું? તું પણ ખરી છે :
આટલું મેં મન બહેકાવીને પીધું!
ને રહું જો મૌન, તો સારું જ છે ને?
મૌનને પણ આજ તડપાવીને પીધું!
જિંદગી પણ જો ને મારી કાચઘર છે,
કાચઘરમાં, જાત છુપાવીને પીધું!
~ સુરેશ‘ચંદ્ર’ રાવલ
પીડાના ઘૂંટડા….. ન પીવા સહેલ, ન ઢોળવા સહેલ…… સહેલું એક, મનને છેતરવાનું
@@@

વાહ સકળ શે’ર હ્રદયગમ્ય અને અર્થસભર છે.
આખી ગઝલ સરસ છે.
🙏🙏🙏🙏🙏
ખુબજ સરસ ગઝલ ખુબ ગમી
ગઝલ ખૂબ જ સરસ, અર્થ સભર છે.
સૌ કવિમિત્રોનો હું આભારી છું જેમને મારી ગઝલ માણી અને ગમી…!
લતાબેન આપનો પણ હું ઋણી છું કે આપે “કાવ્યવિશ્વ”ના પટલ પર મારી રચનાને સ્થાન આપ્યું…! આપના સુંદર પ્રતિભાવ માટે આપનો ખૂબ ખૂબ આભાર… !
આનંદ આનંદ સુરેશભાઈ
વાહ ખુબ જ અદભુત રચના એકદમ હૃદય સ્પર્શી 👏🏻👏🏻
સરળ શબ્દોમાં ઊતરી આવેલી ઉત્તમ રચના. અભિનંદન
સૌ ભાવક મિત્રોનો હૃદયથી આભાર…
સુરેશચંદ્ર રાવલની ગઝલ વિશેષ ધ્યાન ખેંચે છે. આ ગઝલના ત્રણ શેર તો ખરેખર કાબીલે દાદ છે. મત્લા જુઓ જેટલું પીધું ગતગટાવીને પીધું. બીજ શેરમાં હળાહળ છલકાવીને પીધું. પીનારની માનસિકતા કેવી હશે જે હળાહળ તરસ્યા માફક ગટગટાવી અને વળી છલકાવીને પીએ છે તે આ બે શેરમાં પણ કવિએ આબેહૂબ છલકાવી છે. તો ત્રીજા શેરમાં મૌનને તડપાવીને પીવાની વાત કવિ કરે છે. મૌન પોતે ખુશ કે તડપતું હોય ત્યારે તેનેતેને એટલે દર્દને પણ દર્દ આપીને એની ઉપેક્ષા કરીને જીદની ખુમારીને જીવિત રાખવી અને જીતાડવાની વાત સરસ રીતે કવિએ આ શહેરોમાં ઉપસાવી છે એ બદલ અભિનંદન.
આપ ભાવક શ્રી નો ખૂબ ખૂબ આભાર… સુંદર પ્રતિભાવ જોઈ આનંદ થયો… આભાર લતાબેન…