સુરેશચંદ્ર રાવળ ~ રાત સૌની & * ના હું તારા Sureshchandra Raval

રાત સૌની ઝળહળી છે

રાત સૌની ઝળહળી છે
જે બળી દીવાસળી છે

એક પલિતો કાફી ક્યાં છે
આ હવા પણ ત્યાં ભળી છે

ખુદની ચિંતા પણ શું કરવી?
રાત પણ જ્યાં ટળવળી છે

દ્વાર જો થોડું ય ખખડે
છાતી ઘરની ખળભળી છે

ઝાંઝવાના રણ વચાળે
પ્યાસ રણની પણ છળી છે

કોણ કોના આંસુ લૂછે?
જખમી સૌની આંગળી છે.

~ સુરેશચંદ્રરાવલ

ટૂંકી બહેરની સરસ ગઝલ. લગભગ બધા જ શેર સરસ. છેલ્લો શેર દમદાર.

દેડકી

ના હું તારાં ચરણોની જૂઈ, ચમેલી, કેતકી ;
હરિવર…! હું તો બસ તળાવજળ કેરી એક દેડકી…!

જળ એ જ જગત આખું , એટલું જ બસ હું તો જાણું…!|ઊછળકૂદ ને ચલક-ચલાણું રોજ રોજ હું તો માણું…!
જચ્ચા બચ્ચા અઢળક મારે, ને તેમની મા હું દેવકી…!
હરિવર..! હું તો બસ તળાવજળ કેરી એક દેડકી…!

રાત પડે અને દિ ઉગે અમારે, ગુંજે તમરાનું ગુંજન…!
સર સર વાતો વાયરો ય બજાવે મધુર સપ્તકનું ગુન ગુન..!
ડ્રાઉ ડ્રાઉ ગાઉં ને ઉપડે તુજ નામ કેરી હેડકી…!
હરિવર..! હું તો બસ તળાવજળ કેરી એક દેડકી…

માંહે પડ્યાં તે મહાસુખ માણે, ભલે મળે મોતી કાચું…!
જગ આખાની ચિંતા શું કરવી,
જળ-સમાધિમા સુખ સાચું…!
ના જપમાળા, ન ટીલાં ટપકાં, હું તો અબુધનાર મેઢકી…!
હરિવર….! હું તો બસ તળાવજળ કેરી એક દેડકી…!

~ સુરેશચંદ્રરાવલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “સુરેશચંદ્ર રાવળ ~ રાત સૌની & * ના હું તારા Sureshchandra Raval”

Scroll to Top