
🥀 🥀
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?
જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?
આટલું બધું….
જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?
આટલું બધું…
~ સુરેશ દલાલ
2025ના નવા વર્ષનો પ્રથમ દિવસ !
‘કાવ્યવિશ્વ’ પર આપ સૌને વ્હાલભરી શુભેચ્છાઓ આપવા મારે શું મૂકવું એ વિચારતી હતી
અને યાદ આવ્યું, હમણાં ઘણાં સમયથી ગીતો નથી મુકાયા….
આવું સરસ ગીત અને એને એટલી જ મધુર રીતે ગાનારા બે ગાયકો શ્યામલ મુનશી અને અમર ભટ્ટ
આહા.. મન સભર સભર થઈ ગયું…..સૌ કાવ્યપ્રેમીઓને અઢળક સંગીતમય શુભેચ્છાઓ
**
આટલું બધું વ્હાલ * સુરેશ દલાલ * સ્વર અને સ્વરાંકન અમર ભટ્ટ
આટલું બધું વ્હાલ * સુરેશ દલાલ * સ્વર શ્યામલ મુન્શી * સ્વરાંકન શ્યામલ-સૌમિલ મુન્શી

આદરણીય લતાજી આપને અને કાવ્યવિશ્વને નૂતન વર્ષ ૨૦૨૫ ની હાર્દિક શુભેચ્છાઓ. બસ આમજ પ્રગતિ કરતાં રહો.
આભારી છું મેવાડાજી. આપ પણ આમ જ કાવ્યવિશ્વને સપોર્ટ કરતાં રહેશો એવી આશા. સ્વાસ્થ્યની શુભેચ્છાઓ.
ખુબ ખુબ અભિનંદન હેપી ન્યુ યર
આભારી છું છબીલભાઈ. તમારા જેવા વાચકોથી ‘કાવ્યવિશ્વ’ રળિયાત છે.
શબ્દ અને સ્વરાંકન ખૂબ સરસ..
કવિને સાદર સ્મરણ વંદના..