

મજાના શેર
સૂર્યમા કલંક છે પણ શોધ ના કરતો સખા
યોગને સમજ્યા વિના પ્રયોગ ના કરતો સખા ***
મૂળમાં તો સૌ કોઈને મોતનો ડર હોય છે
એટલે બ્રહ્મા-વિષ્ણુથી વહાલા શંકર હોય છે. ***
ઊગે છે વાળ તેમાં બસ મરેલા કોષ છે કેવળ
હકીકત જો ગળે ઉતરે, મૂછો પર તાવ ના રાખીશ. ***
એ જ કારણ કાચને સાચવવો પડતો હોય છે
આયનો તૂટ્યા પછી કંઈ જોવા જેવું નહિ રહે. **
આયનાને પણ ગઝલ સંભળાવી દે નક્કી નહીં
જો કવિને સહેજ અમથી દાદ લાગી જાય તો **
રોગીના સાજા થવાની કોઈ શક્યતા નથી
રોગને જો ઔષધિનો સ્વાદ લાગી જાય તો. **
હથેળીમાં મંઝિલ બતાવી દે બાબા
ભલે હોય પોતે જ ભટકેલ રાહી **
દિલને બહુ ગમી છે તું, જિંદગી પરી છે તું
હું ગલત હોઈ શકું, પણ સદા ખરી છે તું **
બધી વાત અડધી રહી જાય કાયમ
અને મૌન આખું કહી જાય કાયમ **
અંદર ખોયું ઓજ કબીરા, બાહર શાણી ખોજ કબીરા?
રોજ ઊઠી મારાથી ભાગું, ક્યાં પહોંચું દરરોજ કબીરા ? **
~ સુરેશ પરમાર ‘સૂર’
કવિના ગઝલસંગ્રહ ‘દિલને બહુ ગમી છે તું’નું ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે.
સુરેશ પરમાર ‘સૂર’ * ‘દિલને બહુ ગમી છે તું’ * રન્નાદે 2023
નડી છે
ડગલે ને પગલે નડી છે;
જ્યારથી સમજણ પડી છે.
વાંચ ને ઉકેલતો જા;
પત્રમાં જે એક ગડી છે.
એના જેવી, આહ ભરતાં;
ક્યાં મને પણ આવડી છે?
આંખ કેવી, જળકમળવત!
સાવ કોરી રહી, દડી છે.
એ કહે છે: “મૌનને ગા”
‘સૂર’ સંકટની ઘડી છે.
~ સુરેશ પરમાર ‘સૂર’
‘જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ તરફથી કવિના ગઝલ સંગ્રહ ‘દિલને બહુ ગમી છે તું’ ને પારિતોષિક એનાયત થયું છે. કવિને અઢળક અભિનંદન

ખૂબ ખૂબ આભાર 🌹🙏
ખુબ સરસ શેર ખુબ ગમ્યા અભિનંદન
🌹🙏 આભાર
સુરેશભાઈની ગઝલોના આ શેર હાસ્ય,કટાક્ષ,વ્યંગ અને વક્રોકિત જેવી અનેક સામગ્રીઓથી સજ્જ છે .
🌹🙏 આભાર
🌹🙏 આભાર
દરેક શેર વાંચતાં ગઝલ ક્ષેત્રે સુરેશભાઈ મોટું કાઠું કાઢશે એવી અપેક્ષા રહે છે. અભિનંદન.
🌹🙏 આભાર
🌹🙏 આભાર
મિત્ર કવિ શ્રી ‘સૂર’ના સંકલીત શેર ખૂબ ગમ્યા.
🌹🙏 આભાર
🌹🙏 આભાર
વાહ.. સરસ શેર