સોલીડ મહેતા ~ બે કાવ્યો * Solid Maheta

કજિયાનું મોં કાળું ….
ભરચોમાસે ફળિયા વચ્ચે કેમ ખાટલો ઢાળું ?

જાત વગરની ભાત વગરની હૈયે સળગે હોળી ;

થાકી હું તો એક સામટી ઇચ્છાઓને તોળી,
ઘરની ભીંતે કરોળિયાએ અઘાટ ગુથ્યું જાળું….
કજિયાનું મોં કાળું ….

અધ્ધરજીવે ક્યાં સંતાડુ રાત બાવરી સાવ;
ખાલીપાની માલીપાની પડઘા પાડે વાવ,
સૈકાઓથી જાડાં ઝીણાં જ્ન્મારાને ચાળું…. 
કજિયાનું મોં કાળું ….    

~ સોલિડ મહેતા

મૂળ નામ હરીશકુમાર મહેતા.

સંગ્રહ અંતરિયાળ(1982)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “સોલીડ મહેતા ~ બે કાવ્યો * Solid Maheta”

Scroll to Top