સૌમ્ય જોશી ~ આંખ બીડી * Saumya Joshi

તું માણસ છે કે હરિ ?

આંખ બીડી હાથ બે ભેગા કરી;
એક ઈચ્છા આવવાને કરગરી.

બહાર નીકળીને પ્રવાહી થા હવે,
ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.

ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે
ઓ હકીકત કઈ રીતે તું સંચરી.

ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
એક પણ છાંટા વગરની એક છરી.

આઠદસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?
એ ભલા માણસ તું માણસ છે કે હરિ ?

~ સૌમ્ય જોશી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “સૌમ્ય જોશી ~ આંખ બીડી * Saumya Joshi”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    દરેક શેર અભિવ્યક્તિની તાજગી અને આકર્ષક છટાથી ભરપૂર

  2. જુદા જ મિજાજની ગઝલને લઈને કવિ આવ્યા છે. સરસ ગઝલ છે.

Scroll to Top