સ્નેહરશ્મિ ~ એને કોણ રોકે ? * Snehrashmi

આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે?
કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે?

આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?
કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે?

આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?
કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ રોકે?

આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?
કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે?

આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
કાંઇ ઉરમાં ઉર નહિ માય ! એને કોણ રોકે?

~ સ્નેહરશ્મિ

કવિની પૂણ્યતિથિએ સ્મરણવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “સ્નેહરશ્મિ ~ એને કોણ રોકે ? * Snehrashmi”

  1. સ્નેહરશ્મિ કવિની પૂણ્યતિથિએ સ્મરણવંદના.શાળામાં ભણતા હતા ત્યારથી આ કવિતા હૈયે અંકાઈ ગઈ છે.

Scroll to Top