હનીફ સાહિલ ~ કબૂલ મને * Hanif Sahil

કોઈપણ  હો  ડગર, કબૂલ મને,
એની  સાથે  સફર,   કબૂલ મને.

એક એનો વિચાર, એનું સ્મરણ
સાંજ  હો  કે  સહર, કબૂલ મને.

કોઈ પણ  સ્થાન તને મળવાનું
કોઈ  પણ  હો પ્રહર, કબૂલ મને.

તારી  ખુશ્બૂ  લઈને   આવે  જે
એ  પવનની  લહર, કબૂલ મને.

જે  નશાનો  ન  હો  ઉતાર કોઈ
એ  નશીલી  નજર,  કબૂલ મને.

ખૂબ  જીવ્યો  છું  રોશનીમાં   હું
આ તિમિરતમ કબર, કબૂલ મને.

જેનો આદિ ન અંત હોય ‘હનીફ’
એ  પ્રલંબિત  સફર,  કબૂલ મને.

~ હનીફ સાહિલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “હનીફ સાહિલ ~ કબૂલ મને * Hanif Sahil”

Scroll to Top