હરિશ્ચન્દ્ર ભટ્ટ ~ વિલીન ગત થાવ Harishchandra Bhatt

વિલીન ગત થાવ, ભાવિ ! મુજ માર્ગ ખુલ્લો કરો,
હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું.

અરે ! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,
સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા.

રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અને
અદૃષ્ટ અવ દૃષ્ટ થાય શિખરોની ઝાંખી થવા.

પ્રભો-નિયતિ ! સાથ દે, કર મહીં તું સંકલ્પ લે,
હવે નિયતિ ! ભાવિ મારું, વિધિ મારું મારા મહીં.

~  હરિશ્ચન્દ્ર ભટ્ટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “હરિશ્ચન્દ્ર ભટ્ટ ~ વિલીન ગત થાવ Harishchandra Bhatt”

  1. 'સાજ' મેવાડા

    વાહ, પૃથ્વી છંદમાં સરસ કવિતા. ખૂબ વિચારણીય અભિવ્યક્તિ.

Scroll to Top