હરીન્દ્ર દવે ~ કાનુડાને બાંધ્યો છે * Harindra Dave

🥀🥀

*કાનુડાને બાંધ્યો છે*

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવા
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;
એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા ?
બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

~ હરીન્દ્ર દવે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “હરીન્દ્ર દવે ~ કાનુડાને બાંધ્યો છે * Harindra Dave”

Scroll to Top