હરીન્દ્ર દવે ~ ફૂલ કહે ભમરાને * Harindra Dave

ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં

માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિન્દીનાં જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઇ ન માગે દાણ કોઇની આણ ન વાટે ફરતી,
હવે કોઇ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી!
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસમટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો, ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં.

~હરીન્દ્ર દવે

કવિ હરીન્દ્ર દવેનું અમર ગીત, આજે એમની પૂણ્ય સ્મૃતિને વંદન સહ  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “હરીન્દ્ર દવે ~ ફૂલ કહે ભમરાને * Harindra Dave”

  1. Kirtichandra Shah

    Sir par ગોરસ matuki kankar haju એક ન લાગ્યો માધવ ક્યાંય નથી મધુવન માં
    This is stunning Terrific

Scroll to Top