હરીશ દાસાણી ~ બે કાવ્યો * Harish Dasani

🥀 🥀

*ટોળું*

ઉમટી પડયું છે ટોળું.

ટીંગાટોળી કરીને લઇ જાય છે.

કોઈ સ્તાલિન,મુસોલિની,હિટલરને.

હાથમાં ઝંડા. મગજમાં ફંડા.

જાતજાતના.

નાતના, ભાષાના, વાદના.

જય હો!જય હો!

બોલે છે જોરથી.

ને હેરી,ડિક,ટોમ

નાચે છે-

હાથમાં ખોપરીઓ લઇને!

થોકબંધ ટોળાં એકત્ર થઈ

ચીસો પાડે છે-

સ્વતંત્રતા!આઝાદી!

મિટા દો!

ખતમ કરો તાનાશાહ!

અને ટોળા પર પડતા

અણુબોમ્બ

ખડખડાટ હસે છે!

~ હરીશ દાસાણી

યુદ્ધમાં ખાબકી પડેલા વિશ્વનું વાસ્તવિક શબ્દચિત્ર ! આટઆટલા યુદ્ધો પછી પણ માનવીમાં સમજણનો ઉદય થતો નથી…. શાંતિ બિચારી મોં વકાસી જોયા જ કરશે…

🥀 🥀

જળ છે.

કેવળ જળ.

અનંત અનર્ગળ જળ.

તેમાં થયો તરંગ.

તેનું નામ હું.

તેનું નામ તું.

તેનું રૂપ હું.

તેનું રૂપ તું. ~ હરીશ દાસાણી

એક સરળ અને સ્પર્શી જાય એવું ચિંતન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “હરીશ દાસાણી ~ બે કાવ્યો * Harish Dasani”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    કાવ્યવિશ્વ માટે લતાબેને પસંદ કરેલ રચનાઓ બહિર્મુખ તથા અંતર્મુખ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે.
    આભાર,લતાબેન.

Scroll to Top