થોડો ફેરફાર

મિત્રો, ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેતા રહેવા બદલ આપનો આભાર.

જે લોકો નિયમિત પ્રતિભાવ લખતા રહે છે એમનો ખાસ ખાસ આભાર જેમ કે મીનળબેન, શ્રી છબીલભાઈ ત્રિવેદી, ડો. પુરુષોત્તમ મેવાડા, શ્રી ઉમેશ જોશી, શ્રી હરીશ દાસાણી, શ્રી કીર્તિચંદ્ર શાહ અને બીજાં ઘણાં મિત્રો કે જેઓ ક્યારેક ક્યારેક પણ પ્રતિભાવ લખતા રહે છે. આપના પ્રતિભાવો મારો ઉત્સાહ જાળવી રાખે છે…..

હમણાં સુધી અનેક વોટ્સ એપ ગૃપમાં અને ફેસબુકના પણ અનેક ગ્રૂપમાં રોજેરોજ મેસેજ પોસ્ટ થતા હતા એમાં હવે થોડો ફેરફાર.

નિયમિત મેસેજ ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપ અને ‘કાવ્યવિશ્વ’ના ફેસબુક પેજ પર મુકાતા રહેશે.

‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રૂપ ચાલે જ છે. એમાં આપ જોડાયા ન હો તો જોડાઈ શકો છો. વોટ્સ એપ ગ્રૂપમાં જોડાવા માટે અહીં કોમેન્ટ બોક્સમાં આપ લખી શકો છો.

કાવ્યવિશ્વનું ફેસબુક પેજ પણ ખુલ્લું જ છે સૌ માટે.

‘કાવ્યવિશ્વ’ subscribe કરી શકો છો જેમાં આપને emailથી મેસેજ મળશે.

વોટ્સ એપ પર વ્યક્તિગત રીતે આપને અઠવાડિક મેસેજ જેમ મળે છે એમ મળતા રહેશે.  

આશા છે આ ફેરફાર આપને અનુકૂળ રહેશે.

લતા હિરાણી

www.kavyavishva.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top