શહેરની ઘડીઓ ગણતાં
કેવું પરોઢ ઊઘડે શિશુનું બગાસું)
આ શહેરનું; લથડિયાં ભરતા જતા સૌ
(શું રાતપાળી કરતા મજદૂર) તારા
ને સૂર્ય લાલ તીરછી નજરે નિહાળે
હોટેલ લાઇટ્સ હવે ભભકી રહેલી
કેવી બપોર (ઘરડી પણ વાંઝણી સ્ત્રી)
ચીસો વડે સમૂહને સળગાવી દેતી;
ચારે દિશા તરફથી પવનોય શુષ્ક
બેડોળ વ્યંડળ તણા હિહિકાર દેતા.
ને સાંજ (લિપ્ટિક વડે શણગારી ઓષ્ઠ)
ચૂમી રહી સડકને, ગલીકૂંચીઓને;
જાઝી મ્યુઝિક ૫૨ સૌ મર્ક્યુરી લૅમ્પ્સ
નાચી રહ્યા; ગટરમાં ઠલવાય તેજ.
આ રાત્રિમાં ભમી રહેલ અનાથ સ્વપ્નો
(ભૂલાં પડ્યાં શિશુ) ઘડી, રડી, જંપી જાતાં.
~ હસમુખ પાઠક (12.2.1930 – 3.1.2006)

સરસ રચના.
શહેરીકરણની માર્મિક રચના.
સરસ રચના