
દયિત, તું નિર્દય !
પૂછું તને, મને આમ નોધાર,
મૂકીને જવામાં શો જડ્યો સાર ?
તું વદીશ ‘વિધિના એ લેખ’ !
હા ! વિધિના એ લેખ !
વજ્ર સજડ મારી જીવિત પે મેખ
ઊખડે ન કષ્ટ ક્લિષ્ટ રેખ
કાયકારાગાર તોડ્યે
છૂટે નવ છેક.
લહું આજ, પ્રિય !
વારંવાર ગ્લાનિરંગે,
લવ્યું નાહીં જે જે પૂર્વ તુજ સંગે
તુંજને વરીને હું ન વિરહને વરી ?
વિરહ, મારે પ્રેમનો પર્યાય.
~ હીરાબહેન પાઠક

સરસ મજાની રચના ખુબ ગમી અભિનંદન
“વિરહ, મારે પ્રેમનો પર્યાય.” વાહ