જવાહર બક્ષી ~ અભિસારિકાની ગઝલ * Jawahar Baxi

🥀🥀

અભિસારિકાની ગઝલ

સાજણ તારી વાટમાં બંધનનો વિસ્તાર
આકાશ ઊગ્યું આંખમાં
, પગમાં ઊગ્યા પ્હાડ

પગમાં ઊગ્યા પ્હાડ નીકળું નદી થઈને
અધવચ્ચે રોકે મને પડછાયાનાં ઝાડ

પડછાયાનાં ઝાડ સ્હેજ પણ વ્હેમાયે નહિ !
એમ તળથી સરકતાં વહ્યે જાઉં એકધાર

વહ્યે જાઉં એકધાર ભિન્ન સંજોગો વચ્ચે
પળભરમાં કાંઠે વસે પરિસ્થિતિનું ગામ

પરિસ્થિતિનું ગામ પારદર્શક છે આખું
મને બચાવી નીકળું લઈ શબ્દની આડ

લઈ શબ્દની આડ, તને શોધું દરિયામાં
મોજાંઓ કહેતાં ફરે, તું છે દરિયાપાર

~ જવાહર બક્ષી

આકાશ આંખમાં ઊગે, પગમાં ઊગે પહાડ અને રોકે એને પડછાયાના ઝાડ !  

વિરહિણીની પ્રતિક્ષા દર્શાવવા જે કલ્પનો યોજાયાં છે, આહા વારી જવાય !   

વળી શબ્દોની જે અર્થસભર સાંકળ રચાઇ છે, ભાવનું એનાથી જે દૃઢીકરણ થાય છે એને પણ દાદ દેવી પડે.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

11 thoughts on “જવાહર બક્ષી ~ અભિસારિકાની ગઝલ * Jawahar Baxi”

  1. દરેક બીજી પંક્તિ આગલી પંક્તિમાં પુનરાવર્તિત થાય છે ને વિરહિણીની પ્રતીક્ષા લંબાતી જાય છે. ભાવ સાથે ભાષા-શૈલીનો સરસ સંયોગ રચાયો છે.અભિનંદન.

  2. Surendra Kadia

    સરસ … દોહરાના ફોર્મેટમાં રચના છે..

Scroll to Top