કૃષ્ણ દવે ~ ચાલો થોડુંક્ હસીએ * Krushna Dave

ચાલો થોડુંક્ હસીએ
ઘણું ઘણું ભાઇ ઘણું જ રોયા
ચાલો થોડુંક્ હસીએ….
થઈ શકે તો હોઠ ઉપર મુસકાન બનીને વસીએ

મારો તારો કે પેલાનો નથી કોઈનો વાંક
નાનો કે મોટો પણ સૌને લાગ્યો છે તો થાક
મુઠ્ઠી મુઠ્ઠી નીરાંતના બે શ્વાસ મળે તો શ્વસીએ
ચાલો થોડુંક્ હસીએ…..

નથી કુહાડી થવું કોઇની નથી જ બનવું હાથા
નથી ડ્હોળવી ભાષા નિર્મળ નથી કૂટવા માથા
બની બ્હાવરા એકમેકને શા માટે ભાઇ ડસીએ ?
ચાલો થોડુંક્ હસીએ…

ફરે કાળનુ ચક્ર નિરંતર ધાર્યું એનું કરશે.
સમય નામનો મલમ મુલાયમ સૌના ઝખમો ભરશે.
આવે એને આવકારીએ થોડુંક્ થોડુંક્ ખસીએ
ચાલો થોડુંક્ હસીએ…  

કૃષ્ણ દવે

30.5.21

***

દીપક વાલેરા

13-06-2021

સહજ સુંદર ગીત કૃષ્ણ દવે જી અભિનંદન

પ્રફુલ્લ પંડ્યા

02-06-2021

“ચાલો થોડુંક હસીએ ” ભીંસમાંથી મોકળાશ તરફ લઈ જતું કવિશ્રી કૃષ્ણ દવેનું મનહર કાવ્ય ! કવિશ્રીને હાર્દિક અભિનંદન !

માનનીય ધીરુબેનનું શાકવાળા સાથે એક ગૃહિણીની નિસ્બત અને સંવેદના પ્રગટાવતું હ્રદયસ્પર્શી કાવ્ય !

“કાવ્ય વિશ્વ” એટલે સર્જકો સાથેનું મિલન સ્થાન ! આ મેળામાં રોજ આવવું ગમે ! લતાબેનને પણ ખાસ અભિનંદન ! સુંદર નિષ્પક્ષ સમતોલ સંપાદન માટે !

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

31-05-2021

કૃષ્ણ દવે નાં બધાં જ ગીતો અદ્ભુત અને નોંખાં હોય છે, આ પણ ખૂબ ગમ્યું.

Rekha bhatt

31-05-2021

કૃષ્ણ દવેની કવિતા આજના માહોલ માટે એકદમ સાચી..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top