પ્રવીણ ગઢવી ~ આ હવા * Pravin Gadhvi  

આ-
હવા
આ –
જંગલ ઝાડી, સાગની કલગી,
કાંટાળી ઝાડી,
વાંસ ઝૂંડની જાળી
વનવાસીના વૃદ્ધ ચહેરાની કરચલી.
આ –
મહુડાની છાક,
દીપડાની છલાંગ,
ધુમ્મસની ધાબળી ઓઢી
ઘોરતા પહાડ.
આ –
તાતાતીર થકી વિંધાયેલી હાંહડી.
આ –
તડકાની તાડી
ઘટઘટ પીતાં ખાખર પાન
આ –
ખાપરીનું કોપરિયું જળ
આહ…
વાહ…
આ – હવા !

~ પ્રવીણ ગઢવી

હવાને ઘૂંટડે ઘૂંટડે પીવાની વાત ચિત્રાત્મક રીતે અને મધુરતાથી ઉપસી આવી છે. વાહ કવિ!

કવિનો આજે 75મો જન્મદિવસ. શત શત અભિનંદનો….. જોરે કલમ જિયાદા…..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “પ્રવીણ ગઢવી ~ આ હવા * Pravin Gadhvi  ”

  1. તડકાની તાડી ઘટકઘટક પીતાં ખાખરાનાં પાન..આ કલ્પના જ ખૂબ સરસ છે. કવિને જન્મદિવસ મુબારક.

  2. હરીશ દાસાણી

    વનવાસી ,પ્રકૃતિ તથા પરમ તત્વ-બધું કવિતામાં ઓતપ્રોત.

  3. કવિ શ્રી પ્રવીણ ગઢવીને જન્મદિવસની શુભેચ્છાઓ.. 🌹🌹🌹🍿ધુમ્મસની ધાબળી ઓઢીને ધોરતા પહાડ… કુદરતની સામે આપણને ઉભાં કરી દેતું કાવ્ય.

  4. 'સાજ' મૅવાડા

    કવિને શુભેચ્છાઓ. વન અને પવનનું સરસ અછાંદસ.

Scroll to Top