કવિ કાન્ત ~ તને હું જોઉં છું * Kant

સખી

તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?

સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?

સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધુએ છે કે ? 

~ કવિ ‘કાન્ત’ મણિશંકર રત્નશંકર ભટ્ટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “કવિ કાન્ત ~ તને હું જોઉં છું * Kant”

  1. 'સાજ' મેવાડા

    કવિ ‘કાન્ત’ ની આ રચના શાળાના સમયથી આજ સુધી આકર્ષતી રહી છે.

Scroll to Top