શ્યામ સાધુ ~ માણસ Shyam Sadhu

પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે
રહેવા દે ફૂલોની વાત, રઘવાયો છે !

જીવવા જેવી વાત ભીંતમાં ચણી છતાં પણ,
કમળપત્રની જેમ ક્યારનો કચવાયો છે !

અખબારોના ટોળાઓમાં અક્ષર થઈને
રોજ સવારે નાટક જેવું ભજવાયો છે !

માણસભીની મહેક નથી પણ અફવાઓ છે
માણસ, માણસ વચ્ચે માણસ ખોવાયો છે !

~ શ્યામ સાધુ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “શ્યામ સાધુ ~ માણસ Shyam Sadhu”

  1. 'સાજ' મેવાડા

    વાહ, મત્લા અને છેલ્લો શૅર, મસ્ત.

Scroll to Top