શ્યામ સાધુ ~ મહેક સમા Shyam Sadhu

મહેક સમા શ્વાસો ભરવાના
દિવસ ગયા તમને મળવાના !

ચંદ્ર શરદનો મઘમઘ કિંતુ
એકલદોકલ શું કરવાના ?

કર્યા છે અળગા અંગેથી પણ
સ્વપ્નો વચ્ચે ઝળહળવાના !

હા, એકાદી ઘટના પાછળ,
જીવન આખું ટળવળવાના !

આવો, આંખોમાં આંજી લો,
સાધુ પાછા ક્યાં ફરવાના !

~  શ્યામ સાધુ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “શ્યામ સાધુ ~ મહેક સમા Shyam Sadhu”

Scroll to Top