રવીન્દ્રનાથ ટાગોર અને ‘નૈવેધ’ * Rabindranath Tagore

એક વાર રવીન્દ્રનાથ સાંજની પ્રાર્થનાસભામાં જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં એક અજાણ્યા અવાજે એમનું ધ્યાન ખેંચ્યું, “રવિ ઠાકુર છે?”  કવિ, એક અંધ વૃદ્ધનો હાથ પકડી આવતી યુવા વિધવાને જોઈ રહ્યા અને કહ્યું, “હા, હું અહીં જ છું.” પેલા વૃદ્ધે હાથ ફંફોસીને કવિનો ચરણસ્પર્શ કર્યો ને સાથેની યુવતીને એમ કરવા કહ્યું, એ વૃદ્ધે પછી એમને કહ્યું, “હવે તમારો વધુ સમય નહિ લઉં, મારે આટલું જ કામ હતું.” કવિએ ઉત્સુકતાથી પૂછ્યું, ‘ક્યાંથી આવો છો?” એ વૃદ્ધે કહ્યું કે, “દૂરના ગામથી આવું છું. મારી આ દીકરી થોડા સમય પહેલાં જ વિધવા થઈ. એ રાતદિવસ રડતી હતી. હું રહ્યો અંધ, એને સાંત્વના શું આપું? નિઃસહાય બની એનાં ડૂસકાં સાંભળ્યા કરું, પણ, એક દિવસ એનાં ડૂસકાં, એનું રુદન અચાનક શમી ગયાં. એને પાસે બોલાવી. એની આંખો પર મેં હાથ ફેરવો તો એ ભીની ન હતી. એનું કારણ પૂછ્યું, ‘તારાં આસું કોણે લૂછ્યાં?’ એ બોલી, ‘રવિ ઠાકુરે. હું એમનાં ‘નૈવેદ્ય’નાં કાવ્યો વાંચતી હતી અને મારી બધીય વેદના શમી ગઈ.’ મેં ‘નૈવેધ’ મને વાંચી સંભળાવવા કહ્યું, એ સાંભળી મારા મનનો ભાર હળવો થઈ ગયો. મને નવું બળ મળ્યું, હું તો અંધ છું તમારો ચરણસ્પર્શ થયો ને કૃતાર્થ થયો હવે.”

રાજેન્દ્ર પટેલ

OP 2.2.2022

છબીલભાઈ ત્રિવેદી

02-02-2022

અદભુત પ્રસંગ કવિ ના કાવ્ય દ્નારા પેલા વ્રુધ્ધ અને તેની દિકરી નો બધોજ ઉદ્વેગ સમી ગયો કેટલી અદભુત તાકાત છે કવિ ના શબ્દો ની પુરાણ કાળ મા ભાગવત શ્રવણ દ્નારા પરિક્ષિત રાજા નો મોક્ષ થયો હતો આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top