મુસાફિર પાલનપુરી ~ ઘોળ્યું જો તત્ત્વ * Musafir palanpuri

દરમિયાનમાં

ઘોળ્યું જો તત્ત્વ અમે દરમિયાનમાં
ના આરતીમાં ભેદ રહ્યો ના અજાનમાં

વાસો છે એક માત્ર પરમ તત્ત્વનો બધે
સૂફીની બારગાહ કે સંતોના ધ્યાનમાં

એકત્વ કેરી ભાવના વિકસાવી જ્યારથી
વેદોમાં જે વરસ્યું એ જોયું કુરાનમાં.

માને જે ભિન્ન ૐને અલ્લાહનું સ્વરૂપ
ખામી છે એની દૃષ્ટિમાં, નીતિમાં, જ્ઞાનમાં.

આરંભ સૌનો ધૂળ છે ને ધૂળ અંત પણ
મૂરખ છે એ ગણે છે નિજને મહાનમાં.

ઝાંખી છે એની સામે કુબેરોની સાહ્યબી
આપ્યું છે પ્રેમતત્ત્વ જે દાતાએ દાનમાં.

સંબંધ બેઉ વચ્ચે મુસાફિર છે કંઈ જરૂર
જોયો છે એક રંગ મેં કાબા ને કહાનમાં.

~ મુસાફિર પાલનપુરી  

કવિને જન્મદિવસના વંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “મુસાફિર પાલનપુરી ~ ઘોળ્યું જો તત્ત્વ * Musafir palanpuri”

  1. 'સાજ' મેવાડા

    એકત્વ ઈશ્વરી તત્વને સમજનાર કદી ધર્મના વાડાને માને નહીં. ખૂબ જ સરસ ગઝલના બધાજ શૅરમાં આ સંબંધ વણી લીધો છે.

Scroll to Top