*તમે ટહુકયાં ને*
તમે ટહુકયાં ને મને આભ ઓછું પડ્યું
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું….
લીલી તે કુંજમાંથી આવ્યે બે બોલ
જેમ ઊજળી કો’ સારસની જોડ
પાંખનો હેલાર થઈ પાંપણિયે, ઉર મારું
વાંસળીને જોડ માંડે હોડ….
તરસ્યાં હરણાંની તમે પારખી આરત
ગીત છોડ્યું કે કુંડમાંથી ઝરણું દડયું
મોરના તે પીંછામાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ ક્યાંય….
એવી વનરાઈ હવે ફાલી
સોનલ ક્યાંય તડકાની લાય નહીં ઝાંય
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં…ય
વન આખુંયે લીલેરા બોલે મઢ્યું
~ ભીખુભાઈ કપોડિયા (8.7.1949)
કવિને જન્મદિને વંદન
જન્મ : કપોડા (ઇડર)
કાવ્યસંગ્રહ : ‘ભૌમિતિકા’

સરસ રચના 👌🏽👌🏽👌🏽
સરસ રચના ખુબ ગમી જન્મદિવસ ની વધાઈ
ખૂબ જ સુંદર ગીત.
Pingback: 🍀8 જુલાઈ અંક 3-1206🍀 - Kavyavishva.com
સરસ રચના જન્મદિવસ ની શુભ કામના
કવિને જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ. ગીતનો ટહૂકો ખરેખર ગગનવિહારી છે. આ ગીતનું સ્વરાંકન પણ સરસ થયેલ છે.
જ્ન્મ દિવસ ની શુભેચ્છાઓ
Pingback: 🍀9 જુલાઇ અંક 3-1207🍀 - Kavyavishva.com
કવિને જન્મ દિવસની સુકામનાઓ.
સરસ કાવ્ય . ગમ્યું શુભેચ્છાઓ ને અને અંભિનંદન.