ઘોર અડાબીડ નિર્જન વનમાં જોયાં પાળિયો દેરી
નિસર્યો મળવા, માથે ઓઢી રાતડી કાજળઘેરી
વાળી પલાંઠી બેઠો ત્યાં તો બેઉ ઉભાં થયાં
આંખો વાંચી, બોલ્યાં; કેટલાં વ્હાણાં વીતી ગયાં
કાળી માઝમરાતે ભરાણી જાણે ગેબી કચેરી
માંડવો છોડી મિંઢળબંધાં કો’કની વ્હારે ચડ્યાં
હાથમાં માથું મૂકી, માથાં કાપ્યાં, લડ્યાં ને પડ્યાં
બ્હારના હોત તો જીતી જાત (આતો) ઘરનાં થ્યાં’તા વેરી
પહેલાં માર્યાં,પછી એ બધ્ધાં સિંદૂર ચૂંદડી ચડાવે
સદીઓ જૂનો, હાચ્ચો મરદ તું અમારૂં ઘર બનાવે
અલોપ થ્યાં-અરે !જોતો રહી ગ્યો ખમ્મા ઝાઝેરી
ઘોર અડાબીડ નિર્જન……
~ પ્રશાંત કેદાર જાદવ

દેરી સરસ કાવ્ય ખુબ ખુબ ગમ્યુ
આભાર લતાબેન