પ્રફુલ્લ પંડ્યા ~ ગીતોનું ગીત * Prafull Pandya

ગીતોનું ગીત આજે ગાયું

– કે ભાઈ અમે ગીતોનું ગીત આજે ગાયું !

ઝાડ ઉપર બેઠેલાં પંખીને સપનામાં નવું નવું સંગીત સંભળાયું  !
– કે ભાઈ અમે એક નવું બીજ આજ વાવ્યું !

ગીત તો અમારું કોઈ પંખીની પાંખભરી, ઉડ્યું ને લહેરાયું આભમાં ,
આભને થયું કે આ તો સાવ નવી દુનિયા છે, જોવા જેવી ને વળી લાભમાં !
આકાશે આકાશે ગૂજયું જે ગીત, પછી મેધધનુ થઈને છવાયું  !

પછી આકાશના અર્થોની પાસે જઈને ગીત બોલ્યું કે સાવ નવાં વસ્ત્રો પહેરીને અમે આવ્યાં!
શબ્દોની ચાખડીઓ પહેરીને સંતો પણ ભાવ અને ભાષાને સત્કારવા ફુલોને લાવ્યાં !
પછી સજીધજીને થયો નવલો શણગાર, નવા રૂપોનું મંદિર સર્જાયું !
– કે ભાઈ અમે ગીતોનું ગીત આજે ગાયું !

~ પ્રફુલ્લ પંડ્યા

ગીતમાં વિષયોની દૃષ્ટિએ તેઓ અનન્ય છે.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “પ્રફુલ્લ પંડ્યા ~ ગીતોનું ગીત * Prafull Pandya”

  1. પ્રિય લતાબેન, ગીત અને નાવિન્ય વિશે આજે જ્યારે વ્યાપક ચર્ચા છે ત્યારે મારા અને કવિશ્રી કૃષ્ણ દવેના વિશિષ્ટ વિષયવસ્તુ સાથેના ગીતો ” કાવ્ય વિશ્વ” માં રજૂ કરીને આપે એક મહત્ત્વનો સંપાદકીય ઉપક્રમ દાખવ્યો છે તે બદલ
    હાર્દિક અભિનંદન ! કવિતાના સ્વરૂપગત વળાંકો અને પરિવર્તનોમાં સંપાદકોની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે !
    ખૂબ ખૂબ આનંદ સાથે આભાર !
    પ્રફુલ્લ પંડ્યા

  2. 'સાજ' મેવાડા

    કવિ શ્રી પ્રફુલ્લ પંડ્યા, મારા ગમતા કવિ છે. શબ્દો ને બખૂબી વાપરનારા છે.

Scroll to Top