
કવિતા
જ્યારે પણ હું ટેબલ પાસે ખુરશી
ખેંચી લાવીને બેસું
તે પણ
અચૂક પાસે આવી બેસી જાય છે.
હું કવિતા લખવી શરૂ કરું કે તરત જ
તે પણ તેની રમત શરૂ કરી દે છે.
હું લખવા મથું આકાશ વિશે તો
તે લખાવે છે લીલાંછમ ખેતરો વિશે.
હું આંખો તાણીને નજર માંડું ક્ષિતિજની પેલી ૫૨
ત્યારે તે સામે અરીસો ધરી દે છે!
અજાણી ટ્રેનના મુસાફર જેવો
હું પરેશાન હોઉં ત્યારેય તે ખુશ થતી હોય છે
હું કવિતા લખવા બેસું
ત્યારે
કવિતા મને લખવા બેસતી હોય છે.
~ ભરત ત્રિવેદી

અનુવાદ : સુરેશ રાવલ, મીરાં દેસાઈ
કાવ્યસંગ્રહમાં એક બાજુ ગુજરાતી કવિતા અને બીજી બાજુ એનો અંગ્રેજી અનુવાદ છાપવામાં આવ્યાં છે.
‘કાવ્યવિશ્વ’ને આ સંગ્રહ મોકલવા બદલ આભાર.
Coffee on the Table * ભરત ત્રિવેદી * આર. આર. શેઠ 2023

વાહ વાહ….
મજાનું કાવ્ય.
હું કવિતા લખવા બેસું
ત્યારે
કવિતા મને લખવા બેસતી હોય છે.- ક્યા બાત હૈ!
વાહ વાહ ખુબ સરસ કવિતા ખુબ ખુબ ગમી અભિનંદન
વાહહહહ..્
વાહ, કવિતા પોતે જ લગાવે એ વાત સત્ય છે. ઘણી વાર લખવા વિચાર્યુ હોય એનાથી જુદું જ, પણ સરસ લખાવી જાય છે, મારો પણ આવો અનુભવ છે.