પ્રવીણ ગઢવી ~ વૃક્ષ પર & નથી ત્યાં * Pravin Gadhavi

વિષાદ

વૃક્ષ પર

કવિતા લખવાનું

માંડી વાળ્યું છે હવે મેં

કેમ કે જે વૃક્ષ પર

લખું છું

એના ઝરતાં પુષ્પોની

કવિતા,

થૈ જાય બીજે દિવસે

એનું છેદન !

કવિતાના આનંદ પર

ફરી વળે છે

વિષાદની છાયા.

વૃક્ષ પર કવિતા

લખવાનું

માંડી વાળ્યું છે હવે મેં.

~ પ્રવીણ ગઢવી

આમ તો કવિતા પૂરી થઈ જાય…. વૃક્ષના છેદન સાથે… શીર્ષક પણ કહી દે છે. પરંતુ કવિની પીડા એમને જંપવા નહીં દેતી હોય…. કલમ ચાલ્યા કરે છે….

રાજસ્થાન     

નથી ત્યાં

પુષ્પો -પંખીઓ- લીલાંછમ વૃક્ષો કેવળ

આવળ-બાવળ, કેર  ખેર ને બોરડી

સૂસવતું અફાટ રણ…

નાગાપૂંગા પ્હાડ…

એકલવાયું ભટકતું ઊંટ..

તેથી જ સ્તો

લોકે પાઘડી ને ચૂંદડીમાં

પૂર્યા લાલ-પીળા-લીલા રંગ!

લાગે

આખું રાજસ્થાન

જાણે હરતું ફરતું ગાતું નાચતું

ઉપવન !

~ પ્રવીણ ગઢવી

રાજસ્થાનના રંગો રમે છે કારણોની કવિતામાં….

સરસ અછાંદસ કાવ્યો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “પ્રવીણ ગઢવી ~ વૃક્ષ પર & નથી ત્યાં * Pravin Gadhavi”

Scroll to Top