અદમ ટંકારવી ~ એક ભવનું & દિલ મેં દીધું * Adam Tankarvi

આપું છું તને

એક ભવનું ભાથું આપું છું તને
સંતનું સરનામું આપું છું તને.

માણસો મર્યાની એમાં છે ખબર
એક જુનું છાપું આપું છું તંને.

એક નાનો ઘાવ ને તેનો મલમ
એય ભેગા ભેગા આપું છું તંને.

સારા માણસની તને ક્યાં છે કદર
એક લલ્લુ પંજુ આપું છું તંને.

જો બને તો એક તું ઉમેરજે
નવ્સો ને નવ્વાણું આપું છું તને.

નાચવું જો હોય તારે તો પછી
આંગણું યે સીધું આપું છું તંને.

કાનમાં કહી દઉં તને એક નામ
જીવવાનું બહાનું આપું છું તંને.

લે ચલમ ને ચિપિયો ચુંગી ચિરાગ
લે, અલખ અણ દીઠું આપું છું તંને.

~ અદમ ટંકારવી

રસ્તા વિના

દિલ મેં દીધું આપને દીઠા વિના
મંઝિલે પહોંચી ગયો રસ્તા વિના

એમનાં દર્શન થયાં મોકા વિના
સ્વપ્ન એક જોયું હતું નિન્દ્રા વિના

કોઈ માને કે ન માને સત્ય છે
ચાંદ જોયો છે અમે ડાઘા વિના

આપણે પણ મૌનનો દરિયો હવે
પાર કરીએ શબ્દની નૌકા વિના

જાય છે ક્યાં ઘરની દીવાલો બધી
આજ અમને કાંઈ પણ પૂછ્યા વિના

કોણ અચાનક આવ્યું ઘરમાં અદમ
કેમ અજવાળું થ્યું દીવા વિના

~ અદમ ટંકારવી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “અદમ ટંકારવી ~ એક ભવનું & દિલ મેં દીધું * Adam Tankarvi”

Scroll to Top