હજી
હજી આમ
મારે
આ સોનેરી ચીસો લઈ
ક્યાં સુધી જન્મવાનું છે?
ફ્રોસ્ટ,
સૂતાં પહેલાં
જોજનો દૂર જવાની વાત
વિતથ છે.
અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ વર્ષથી
મારા શબને
કાંધ ઉપર લઇને
અહીંતહીં ફરતાં
હું
બેવડ વળી ગયો છું.
છે કોઇ ડાઘુ ?
ચોર્યાસી લાખ પાળિયામાં
ક્રન્દી ક્રન્દી
વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામે
એવી કરુણપ્રશસ્તિના નાયક
મારે
નથી થવું.
~ પ્રવીણ દરજી
સર્જક ડો. પ્રવીણ દરજીનો પરિચય

વાહ, ખૂબ જ સરસ મૃત્યુ અને લખ ચોરાસી ફેરાની અભિવ્યક્તિ.
Thanks Lataji
Doing historical work.
આપને વંદન