રમેશ પારેખ ~ ગીત Ramesh Parekh

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું

આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં

જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં..  રમેશ પારેખ

OP 19.10.2020

*****

Heena Modi

20-10-2020

લતાબહેન તમારી મહેનત મેઘધનુષમાં આઠમો રંગ પૂરી રહી છે.

શિરીષ અને હેમલતા કાપડિયા

19-10-2020

Lataben, you deserve all praise and for that
Hearty congratulations.

NiTiN Trivedi

19-10-2020

ખૂબ મજાનો ઉપક્રમ છે. કાળજી દેખાઈ રહી છે. સ્તુત્ય અને સરાહનીય! અઢળક અભિનંદન.

Chhabil bhai trivedi

19-10-2020

ખુબ સુંદર કાર્ય, ખુબ ખુબ અભિનંદન

સત્યમુની

19-10-2020

કાવ્ય રસિકો માટે ઉપયોગી બનશે.
લતાબેન આ સારી રીતે કરી શકશે.

અરવિંદ બારોટ

19-10-2020

કરવા જેવું કામ.
નિષ્ઠા, શ્રમ અને સાતત્ય વિના આવો ઉપક્રમ શક્ય નથી.ગુજરાતી સાહિત્યની આ અણમોલ સેવા છે. લતાબેન હિરાણીને અભિનંદન,આવકાર અને શુભકામના.

કેશુભાઈ દેસાઈ ગાંધીનગર

19-10-2020

મહત્ત્વાકાંક્ષી અને ઊંડી તૈયારી માંગતો સાહિત્યિક ઉપક્રમ.હાર્દિક શુભકામનાઓ.ગિરા ગુર્જરી નું ભવિષ્ય ઘણું ઊજળું લાગે છે!

સરલા સુતરિયા

19-10-2020

શ્રી ર પાની યાદ ઘેરી બનાવતું મજાનું ગીત.

રચના : રમેશ પારેખ  – સ્વરાંકન : રિષભ મહેતા – સ્વર : રિષભ મહેતા અને ગાયત્રી ભટ્ટ    

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top