તેજ ઉતરતાં હેઠે
ઝાકળ દ્રવતાં, તિમિર સરતાં, તારા ખરતાં, તેજ ઉતરતાં હેઠે
વ્હાણા વાતાં, કલરવ થાતાં, ફૂલ ઊઘડતા, ફૂટતા તડકા પેઠે
ચાંદો ચોળી ચકમક માંજયું કોણે પ્રાચી બેડું ?
પળની પીંછી પ્રભાત દોરે મોં સૂઝણાને તેડું
ફરફર ફરતો જાય ઊડતો કલરવ કરતો ટૌકો ટહુકે છેટે ….
નભતળિયેથી ડોકાં કાઢે તેજપાઘનાં છોગાં
રંગરાગના માંડવડામાં વરરાજાજી મોંઘા
હરભડ હરભડ હડી કાઢતો તેજ ફુવારો ઊતરી હેઠે ભૂકન્યાને ભેટે !
~ ભગીરથ બ્રહ્મભટ્ટ
સવારનું કેવું મનોરમ્ય ચિત્ર !

કેટલું નયનરમ્ય ચિત્ર દોર્યું છે! કવિના શબ્દોની પીંછીએ. અદ્ભૂત. 🌹🌹
ઝડઝમક પ્રયોજી સુંદર ગીત રચના છે.
અભિનંદન.
શબ્દની પીંછીને લસરકે પરોઢનું નયનરમ્ય ચિત્ર કેટલું સરસ દોરાયું છે. અદ્ભુત..
સરસ રચના મૂકવા બદલ લતાબહેનને ધન્યવાદ.
ઉઘડતી સવારનું મનોરમ શબ્દ-ચિત્ર મનને પણ ખોલી દે તેવું સમર્થ છે.
વાહ, ખૂબ જ સરસ રીતે જુદી રીતે પરોઢ નું વર્ણન.
વાહ અદભુત ખુબ ગમ્યુ
સવારનું સરસ તાજગી છલકતું ગીત…
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર છબીલભાઈ, તનુબેન, મેવાડાજી, હરીશભાઈ, મીનલબેન, ઉમેશભાઈ અને અનામીભાઈ